ગરબો

શબ્દોની હરિફાઈ
નં – 054

સ્પર્ધા નં – 1436
શબ્દ – નવરાત્રી
પ્રકાર – ગરબો

ગરબો

1)માના રથમાં ઘૂઘરા ઘમ ઘમ વાગે..રે અંબા ભલે પધારે…

ભલે પધારે માતા ભલે પધારે..
ધર ધરમાં દીવડા ઝગે રે… અંબા ભલે પધારે.

માડી રથેથી હળવે ઉતર્યાને
(પેલો) સુતારી બાજોઠ ઢાળે રે..અંબા ભલે પધારે…

3)બાજોઠે આસન ઢાળ્યાને
(પેલો) માળીડો ફૂલડે વધાવે રે..અંબા ભલે પધારે…
ભલે પધારે માતા ભલે પધારે..

4)કુમકુમ સાથિયાને તોરણીયા ટોડલે
નવરાત્રી રુડી આવે રે….અંબા ભલે પધારે….

5)ઝાંઝ,પખાજને મૃદંગી સૂરની સંગમાં,
પેલા ઢોલીનાં ઢોલ વાગે રે..અંબા ભલે પધારે…

6)નવ નવ સખીઓને વચ્ચે મા અંબા સોહે
તાળીઓના નાદ બહુ ગાજે રે..અંબા ભલે પધારે..

7)ભલે પધારે માત ભલે પધારે…
માના રથમાં ઘૂઘરા ઘમ ઘમ વાગે રે…અંબા ભલે પધારે….

ગીતા પંડયા (મુંબઈ)

Comments (0)
Add Comment