શ્રી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાઈ

વિદ્યાર્થીઓ માં કોરોના સમય નો માનસિક તણાવ દૂર થાય અને વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવના કેળવાય તેવા શુભ આશયથી નવરાત્રિના પ્રથમ દિવસે જ શાળાના પટાંગણમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું… આ મહોત્સવમાં શાળાના ધોરણ નવ વિભાગના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉત્સાહ ભેર જોડાયા હતા…

ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળા ના 90 ટકા બાળકો આદિજાતિ સમાજ ના અને આર્થિક રીતે નબળા વર્ગના હોવાથી તેમના માટે મનોરંજન ગણો કે નવરાત્રી મહોત્સવ એ બધું જ આ શાળા ના કાર્યક્રમ માં આવી જાય છે

Comments (0)
Add Comment