માન્યા કર્યું મેં કહેવું તારું વર્ષ અઢાર,
પણ તો યે ન ફીકર તને મારી લગાર.
ચાલતું મારાં જ શોણિતથી તું,
પણ તોયે કહેવાય તું મારો આધાર!
જતન કરવાં તારું ઉઠાવ્યાં તારાં નખરાં અપાર,
ઈચ્છાઓ તારી પૂરી કરવાં,
કંઈ કંઈ મેં કર્યાં જુગાડ.
પણ તોયે અંતે કર્યો તેં દગો એ,
હૈયાં! જઈ બેઠું બીજાનાં મન-મંદિર માંહ્ય!
ખરો ખેલ થયો હવે,
ત્યાંથી આવ્યું તું પરત સાભાર!
તારાં કર્યાં વાગ્યાં મારી આંખે,
તારાં પાપે બિચારી વરસે અનરાધાર!
– ભગવતી પંચમતીયા
(રોશની)