દર શનિવારે સંગીતમય સુંદરકાંડ પઠન થતો હોઈ ભક્તો માટે ભોજન પ્રસાદની કરાઈ વ્યવસ્થા….
થરાદ તાલુકાના ભુરીયા ગામે બિરાજમાન અગિયાર મુખી હનુમાનજી મંદિરે સવા વર્ષ સુધી સુંદરકાંડ પઠન કરવાનો સંત ઘેવરદાસ બાપુએ સંકલ્પ કર્યો હોઈ તેના ભાગરૂપે દર શનિવારે સંગીતમય સુંદરકાંડ પઠન થાય છે. જોકે આજરોજ ૪૯મો સંગીતમય સુંદરકાંડ હોઈ ભક્તોને સાત્વિક પ્રસાદનું ભોજન કરાવ્યા બાદ કથાકાર શાસ્ત્રી વિક્રમભાઈ દવે જેઓ સંગીતમય સુંદરકાંડનું જ્ઞાનરૂપી ભાથું પીરસી રહ્યાં છે, તેમજ સંત બાપુએ જણાવ્યું હતું કે નવરાત્રિથી અગિયાર મુખી હનુમાનજીના મંદિરે ૩૧ ફૂટની વિરાટ પ્રતિમાનું કામકાજ શરૂ કરી દેવામાં આવશે, આ પ્રસંગે એબીવીપી બનાસકાંઠા જિલ્લા સમિતિ સદસ્ય અરવિંદભાઈ પુરોહિત, થરાદના નગર સોશિયલ મીડિયા પ્રમુખ રાજેશભાઈ જોષી સહિત અન્ય ભક્તજનો ઉપસ્થિત રહી દર્શનનો લહાવો લીધો હતો.