અંતરની આગ મળે તો સાચવજે.
જ્વાળામાં સાદ મળે તો સાચવજે.
તેં તણખો રોપ્યાની ઘટના હજુ સળગે છે,
એ! ઓલવવાનો લાગ મળે તો સાચવજે.
ખાલી વાતોથી પાછો વાળી શકતી’તી,
એવી તક પાછી ક્યાંક મળે તો સાચવજે.
તારા માટે તો મેં અઢળક તરછોડ્યા છે ,
મન મેળામાં એ શ્વાસ મળે તો સાચવજે.
આખર તારે આ ભવ તરવો પડશે, તો પણ ,
અદ્દલ મારા સમું ખાસ મળે તો સાચવજે.
,નીમુ’રા