ભવ્ય ભારત માત મહાન.
ભારતનાં ગાવા ગૌરવ ગાન.
મારે ગાવા ગર્વિલા ગાન…. ભવ્ય..
મા ની ધરતી ગગન વિશાળ.
ધરામાં મબલક ધાન્ય લે’રાય
મારે ગાવા હરિયાળા ગાન… ભવ્ય..
પૂર્વે બંગાળ પશ્ચિમ ગુજરાત.
ઉત્તર હિમાલય દક્ષિણ સાગર સમ્રાટ.
મારે ગાવા કિર્તી ગાન… ભવ્ય..
હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ સમાન.
પારસી ખ્રિસ્તીને મળે પણ માન.
મારે ગાવા હિન્દવાણી ગાન.
ભવ્ય..
ગંગા ગોદા કૃષ્ણા કાવેરી સિંધુ મહાન.
ત્રિરંગાનું ગાઈએ અમર ગાન
મારે ગાવા શહીદવીરોના ગાન.
.. ભવ્ય.
વિધ વિધ ધર્મોને મળે અહીં માન.
વિધ વિધ ભાષાથી મળે સૌને જ્ઞાન.
મારે ગાવા ગુણિયલ ગાન…. ભવ્ય.
મણિલાલ શ્રીમાળી ‘મિલન’
મોટેરા – અમદાવાદ