ગાંધી સોરઠો….. ( ગાંધી ગીત- કાવ્ય )

(મિત્રો આ કવિતા ૧૯૬૯ના જાન્યુઆરી માસમાં એક ભવાઇ કલાકારની સહયોગથી લખી હતી)

આવતી કાલે બીજી ઓક્ટોમ્બર એટલે જગતને સત્યાગ્રહનું અમોઘ હથિયાર આપી હિન્દુસ્તાનને રક્તવિહીન ક્રાંતિ દ્વારા આઝાદીનું અમુલખ ફળ અપાવનાર મહામાનવ મહાત્મા ગાંધી બાપુનો જન્મ દિન .

હે પોરબંદર ગામ સુદામાપુરી

ધન્ય મોહન કરમચંદ નામ ધરી.

હે સાબરમતીને કાંઠે સંત જ ઉભો

એક કાચા સુતરનો તાર જ ધરી.

હે હિંદનો જ લાડકવાયો બની

દિલમાં દેશ તણી દાઝ જ ખરી

હે એને આશરો એક ભારત માત તણો

એણે આઝાદીનો જ ગોળો જ ઘડ્યો

હે નવખંડમાં ગાજતો ઘૂમતોઘૂમતો

જઈને વિલાયત વચ્ચે જ પડ્યો

હે વિજ્ઞાની વકીલોએ ગોળાની ગાંઠ ઉકેલી

ને જોયું બરાબર જ ધ્યાન ધરી

હે એમાં આઝાદીની અમૂલખ હતી

એક ભારત ભૂમિની જ કંકોતરી.

હે વાંચતા સહુ વિચારે વળિયા

આતો ત્રણ શબ્દની આંટી ખરી.

હે ભારત ભૂમિના સંતે એમાં

પછી મોહન કરમચંદ સહી જ કરી.

======================

ત્રણ શબ્દ એટલે == આઝાદી
================== સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ) અમેરિકા

Comments (0)
Add Comment