બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ની હાઈસ્કૂલ ખાતે તારીખ 04-09-2021 ના રોજ સ્વ જયંતીલાલ અંબાલાલ ઠાકર ચેરીટેબલ ટ્રસ્ટ અને મંથન ફાઉન્ડેશન ના તત્વાધાન માં કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્રમ શ્રીમાન રમેશભાઈ પંડ્યા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર બનાસકાંઠા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન શ્રી ડો કૌશલ ઓઝા ડીવાયએસપી ડીસા, કાયદા અધિકારી શ્રી મનોજ ઉપાધ્યાય બનાસકાંઠા, તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી રમેશભાઈ ઘડિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગણપતભાઈ રાજગોર, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને ડિરેક્ટર શ્રી નટુભાઈ ચૌધરી, પૂર્વ ચેયરમેન શ્રી હરજીવન ભાઈ ભૂતડીયા, દાંતીવાડા પી એસ આઈ અજય ચૌધરી, શ્રી હેમરાજ ભાઈ ગોહિલ, આહાજીભાઈ પરમાર, જૌનતીભાઈ મોદી , બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલ ના તંત્રી ભરત જોશી , પ્રવીણ મળી, દાંતીવાડા સી ડી પી શાંતા બેન દેસાઈ ઓ અને સ્વ જયંતીલાલ અંબાલાલ ઠાકર ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેયરમેન વીણાબેન જ ઠાકર અને મંથન ફાઉન્ડેશન ના ચેયરમેન શ્રી કિરણ ઠાકર અને વાઇસ ચેયર મૅન નીલમ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ ની શરૂઆત માં ભરતી ના ચરણો માં તમામ મહેમાનો દ્વારા દીપ પ્રગટ્ય કરી ને કરવામાં આવી હતી અને દાંતીવાડા હાઈ સ્કૂલ ની કન્યાઓ દ્વારા મહેમાનો ના સ્વાગત માટે સ્વાગત ગીત પેસ કરવામાં આવું હતું અને પધારેલ તમામ મહેમાનો ને સ્વ જયંતીલાલ અંબાલાલ ઠાકર ચેરીટેબલ ટ્રસ્ટ અને મંથન ફાઉન્ડેશન દ્વારા શાલ અને મુમેન્ટ આપી ને સ્વાગત કરવામાં આવ્યું
वीर योद्धा क्या होता है ज़माने को दिखा दिया
कोरोना योद्धाओं ने लड़ने का अलग इतिहास लिखा दिया
करते हैं नमन सौ सौ बार इन कोरोना वारियर्स को
जिन्होंने ख़ुद पीकर ज़हर औरों को अमृत पिला दिया
कितने भी रूप बदल तेरा अंत होकर रहेगा
तेरे घावों का बदला अनंत होकर रहेगा
कमर कस ली है मेरे देश के कोरोना वारियर्स ने
कोरोनावायरस अब तेरा क्रिया कर्म होकर रहेगा
આ કાર્યક્રમ કોરોના સંકટ કલ માં પોતાની જીવ જોખમી સેવા કરનાર કોરોના વોરિયર્સ તરીકે દાંતીવાડા પુલીસ ના જવાનો, દાંતીવાડા અને પાંથાવાડા ના હોમગાર્ડ જવાનો, આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ અને દાંતીવાડા તાલુકા ની તમામ આંગણવાડી બહેનો સહીત મોટી સંખ્યા માં લોકો હાજીર રહ્યા હતા અને તમામ કોરોના વોરિયર્સ ને ઉપસ્થિત મહેમાનો ના વરધ હસ્તે કોરોના વોરિયર્સ પ્રણામ પત્ર અને મુમેન્ટો એનાયત કરી સન્માન કરવા માં આવું હતું
આ કાર્યક્ર્મ માં સ્વાગત પ્રવચન શ્રી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને ડિરેક્ટર શ્રી નટુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું પોતાના પ્રવચન માં તમામ આગન્તુક મહેમાનો અને તમામ કોરોના વોરિયર્સ નું દિલ થી સ્વાગત કરતા જણાવ્યું કે આ તાલુકા ના આ કોરોના સંકટ માં પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર આપ દ્વારા સેવા કરવામાં આવી છે જેનાથી આપને બીજી લહેર સુધી જંગ જીતી શક્ય છે પણ સંભાવિત ત્રીજી લહેર માટે આપણે તૈયાર રહેવું પડછે
આ કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી રમેશભાઈ પંડ્યા સાહબ દ્વારા પોતાના પ્રવચન માં ઉપસ્થિત તમામ કોરોના વોરિયર્સ ની તુલના એક સેનિક સાથે કરી હતી અને કહ્યું કે આપ પણ એક દેશ ના જવાન તરીકે કાર્ય કર્યું છે જે વાસ્તવ માં સરાહનીય છે
અને મુખ્ય મહેમાન શ્રી ડો કૌશલ ઓઝા ડીવાયએસપી ડીસા દ્વારા પોતાના પ્રવર્ચન માં તમામ કોરોના વોરિયર્સ દ્વારા કરેલ સંકટો સેવા ને એક ઉમદા ઉદાહરણ બતાવ્યું હતું અને તમારી સેવા ને હંમેશા યાદ રાખવા માં આવ છે
કાયદા અધિકારી શ્રી મનોજ ઉપાધ્યાય બનાસકાંઠા દ્વારા પોતાના પ્રવર્ચન માં ઉપસ્થિત તમામ કોરોના વોરિયર્સ ને સન્માન ના અસલી હકદાર બતાવ્યા હતા અને વધુ માં જણાવતા કહ્યું કે આ સન્માન માત્ર એક પ્રોત્સાહન છે બાકી તમારું સેવાકીય ઋણ કોઈ ના ચૂકવી શકે અને આગળ પણ આપણે લોકો ની સેવા માટે તત્પર રહેવું પડછે
તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી રમેશભાઈ ઘડિયા પોતાના પ્રવર્ચન માં તમામ તાલુકા ના ઉપસ્થિત કોરોના વોરિયર્સ ને ધન્યવાદ આપતા કયું કે આપ દ્વારા લોકો ના અસલ સેવક બની ને જે સેવા કરવામાં આવી છે જે વાસ્તવ માં સરાહનીય છે આપને હું સૌ સૌ બાર સલામ કરું છું અને આગળ પણ આપને આવી પ્રકાર મદદરૂપ રહેવાની વિંનતી કરું છે
તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગણપતભાઈ રાજગોર પણ પોતાના પ્રવચન માં તાલુકા ના તમામ ઉપસ્થિત કોરોના વોરિયર્સ ના સંકટ કાલ માં આપેલ સેવા ને બિરદાવી ને કહ્યું કે આપ દ્વારા પોતાની જીવ ની ચિતા કર્યા વગર જે સેવા કરી છે જેના કારણં આપને તાલુકા ના ઘણા બાદ લોકો ને બચાવી શક્યા છે
આ કાર્યક્ર્મ માં તમામ મહેમાનો દ્વારા પોતાના પ્રવર્ચન માં ઉપસ્થિત તમામ કોરોના વોરિયર્સ ને સેવા બાદલ ધન્યવાદ આપવા માં આવ્યા આ સમગ્ર કાર્યક્રમ માં કાર્યક્રમ સંચાલન શ્રી ચેતન જોશી ડાંગીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ માં દાંતીવાડા તાલુકા થી મોટી સંખ્યા માં લોકો હાજીર રહી ને આ પુણ્ય રૂપી કાર્યક્રમ ને સફળતા આપી હતી
કાર્યક્રમ ના અંત માં મંથન ફાઉન્ડેશન ના ચેયરમેન શ્રી કિરણ ઠાકર દ્વારા આભાર વિધિ કરતા દાંતીવાડા હાઈ સ્કૂલ ના આચાર્ય શ્રી જોશી સાહેબ અને ઉપસ્થિત તમામ મહેમાનો નું આભાર વ્યકત કર્યો હતો