કવિતા ચોરવાના આરોપના જવાબમાં ‘તેરી મિટ્ટી’ ફેમ ગીતકાર મનોજ મુંતશિરે હાથ ઊંચા કર્યા, કહ્યું, ‘મારી કોઈ રચના 100% મૌલિક નથી’

  • ગીતકારે કહ્યું, જો કોઈ એ વાત સાબિત કરી કે ‘તેરી મિટ્ટી’ ગીત કોઈમાંથી કોપી કરેલું છે તો હું હંમેશાં માટે લખવાનું છોડી દઈશ
  • ‘મને રાષ્ટ્રવાદી હોવાની સજા મળી રહી છે’, મનોજ મુંતશિરે વિક્ટિમ કાર્ડ પ્લે કર્યું

કવિ તથા ગીતકાર મનોજ મુંતશિર પોતાની કવિતાને કારણે સોશિયલ મીડિયાના નિશાને છે. 2019માં આવેલી બુક ‘મેરી ફિતરત હૈ મસ્તાના’ની એક કવિતા ‘મુજે કૉલ કરના’ પર ઊઠાંતરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે મનોજ મુંતશિર આ વિવાજ અંગે વિગતે વાત કરી છે. ‘આજતક’ સાથેની વાતચીતમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેમની રચના ક્યારેય 100% ઓરિજિનલ હોતી નથી.

જ્યારે ચર્ચા થાય છે ત્યારે ખુશ થાઉં છું
મનોજ મુંતશિરે કહ્યું હતું કે આજે તેમના નામની ચર્ચા થઈ રહી છે અને તે આ ખુશીને વ્યક્ત કરી શકે તેમ નથી. તેમનું એક સપનું હતું કે ‘લેખક’ આ દેશમાં ‘વેચાતા’ સમાચાર બની જાય. આજે ‘મેરી ફિતરત હૈ મસ્તાના’ પર એટલી વાત થઈ રહી છે કે તે ઘણાં જ ખુશ થયા છે. દેશ-વિદેશમાં તેમણે આ પુસ્તક સાથે ભ્રમણ કર્યું છે પરંતુ આટલી ચર્ચા ક્યારેય થઈ નથી. ત્રણ વર્ષ બાદ આટલી ચર્ચા થઈ છે અને તે માને છે કે ભગવાનના ત્યાં દેર છે, અંધેર નહીં.

સતયુગ પરત આવ્યો
વધુમાં મનોજ મુંતશિરે કહ્યું હતું કે તેમની આંખોએ મોટા મોટા રાઇટર્સ નિષ્ફળતા તથા ગુમનામીના મોતે મરતા જોય છે. આજે પરિસ્થિતિ બદલાઈ છે અને તે આ પરિસ્થિતિનું ખુલ્લા હાથે સ્વાગત કરે છે. જે દેશમાં હીરોઈનની એરપોર્ટ લુક હેડલાઇન બને, સેલિબ્રેટી કૂતરા ફેરવા તેની ચર્ચા થાય તે મીડિયામાં અચાનક કવિતા તથા કવિની વાત થવા લાગી તો સમજી જાવ કે સતયુગ પાછો આવી ગયો છે. આ ક્રાંતિનું સપનું જોતાં નિરાલા તથા નાગાર્જુન જતા રહ્યાં. તેનું સૌભાગ્ય છે કે તે આ ક્રાંતિનો દૂત બન્યો.

કોઈ રચના મૌલિક નથી
મનોજ મુંતશિરે કહ્યું હતું કે તેમની દરેક કવિતા તથા દરેક ગીતની ચર્ચા થવી જોઈએ. તેમની કોઈ રચના મૌલિક નથી, કારણ કે ભારતવર્ષમાં માત્ર બે જ રચના મૌલિક છે, એક વાલ્મીકિનું રામાયણ તથા વેદવ્યાસનું મહાભારતનું. આ સિવાય જે પણ લખાય છે તે બધું જ આ બે ગ્રંથની આસપાસ છે. તેની રચના માત્ર રોબર્ટ જે લેવરીમાંથી જ નહીં, પરંતુ કેદારનાથ સિંહ, વર્ડ્સવર્થ, એમિલી ડિકિંસન, પાબ્લો, સિલ્વિયામાંથી પ્રેરિત હોય છે. આ લેખકોને વાંચીને તે મોટો થયો છે. તેની કાવ્યરચનામાં આ તમામની ઘેરી અસર છે. તેના અનેક સુપરહિટ ગીતો પર ઉર્દૂ કવિતાનો પ્રભાવ છે. ‘તેરી ગલિયાં’નો અંતરા મોમિનના શેર ‘તુમ મેરે પાસ, હોતે હો ગયા..’માંથી લેવામાં આવ્યો છે. ‘તેરે સંગ યારા’ની પંક્તિઓ ‘કહીં કિસી ભી ગલી સે જાઉં મૈં, તેરી ખુશ્બૂ સે ટકરાઉં મૈં’ ફિરાક ગોરખપુરીના એક શેરમાંથી લીધી છે. જે કંઈ પણ લખ્યું છે, તે ક્યાંકથી ને ક્યાંકથી પ્રેરિત છે.

હંમેશાં ક્રેડિટ આપી છે
મનોજે આગળ વાત કરતાં કહ્યું હતું કે થઓડાં વર્ષો પહેલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અવોર્ડ શોમાં દેશની બહાર તેને સન્માનિત કરવામાં આવ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે હતી અને તેને ‘રશ્કે કમર’ માટે બેસ્ટ લિરિક્સનો અવોર્ડ મળ્યો હતો. તેણે તરત જ એમ કહ્યું હતું કે આ બેસ્ટ લિરિક્સનો અવોર્ડ નુસરત ફતેહ અલી, ફના બુલંદશહરી એન્ડ મનોજ મુંતશિરને મળવો જોઈએ. તે હંમેશાં ઋષિ ઋણ અદા કરે છે.

‘તેરી મિટ્ટી’ કૉપી કરેલું ગીત નથી
મનોજને પૂછવામાં આવ્યું હતું કે ‘તેરી મિટ્ટી’ ગીત પાકિસ્તાની ગીતની હૂબહૂ નકલ છે? જેના જવાબમાં ગીતકારે કહ્યું હતું કે પહેલી વાત એ કે તે પાકિસ્તાની નહીં, પરંતુ આપણી પોતાની ગીતા રબારી છે. તે બહુ સારી લોક ગાયિકા છે. બીજી વાત તમે જે વીડિયોની વાત કરો છો તે 18 જૂન, 2020માં અપલોડ થયો હતો અને તેનું ગીત 15 માર્ચ, 2019ના રોજ રિલીઝ થયું હતું. તેમ છતાં કોઈને શંકા હોય તો ગીતાજી અહીંયા જ છે, દેશમાં જ છે અને લોકપ્રિય કલાકાર છે. દરેક મીડિયા હાઉસ પાસે તેનો નંબર છે, કોલ કરીને પૂછો લો. ‘તેરી મિટ્ટી’ જેવા રાષ્ટ્ર પ્રેમને જાગૃત કરતાં ગીત પર આવી ગંદી રાજનીતિ કરોડો ભારતવાસીઓ તથા લાખો સૈનિકોની લાગણીઓ સાથે રમત રમવા જેવી વાત છે.

મુઘલો વિરુદ્ધ બોલવાને કારણે આ પ્રકારના આરોપ મૂકાયા
ઇન્ટરવ્યૂમાં જ્યારે મનોજને પૂછવામાં આવ્યું કે તેની વિરુદ્ધ કેમ આ પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે, તો તેણે કહ્યું હતું કે તેણે મુઘલો વિરુદ્ધ એક વીડિયો શૅર કર્યો હતો અને કહ્યું હતું કે તે ગ્લોરિફાઇડ ડાકુ છે. આથી જ હવે લોકો તેમની પર અટેક કરે છે. જો કોઈ એ વાત સાબિત કરી કે ‘તેરી મિટ્ટી’ ગીત કોઈમાંથી કોપી કરેલું છે તો તે હંમેશાં માટે ગાવાનું છોડી દેશે.

Comments (0)
Add Comment