ખરાબ પ્રદર્શનને કારણે આ સિઝનમાં જઈ શકે છે વિરાટ કોહલીની કેપ્ટનશીપ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સુકાની વિરાટ કોહલીને ટીમના ખરાબ પ્રદર્શનનું ભોગ બનવું પડી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે ફ્રેન્ચાઇઝી આઈપીએલમાં વચ્ચેથી જ કોહલીને સુકાની પદ પરથી હટાવી શકે છે. કોહલીને સુકાની પદ પરથી હટવાનું સૌથી મોટું કારણ ટીમની કોલકાતા સામે મળેલી સૌથી ખરાબ હાર માનવામાં આવે છે.

બીજા ચરણમાં પહેલી જ મેચમાં બેંગલુરુની ટીમ માત્ર 92 રનમાં આઉટ થઇ ગઇ હતી. મેચ સમયે તેની બોડી લેન્ગવેજ સારી જોવા મળી ન હતી. ગંભીર જેવા ઘણા ખેલાડીઓએ કોહલીના આઈપીએલમાં સુકાની પદ છોડવાના સમય પર પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

ડીવિલિયર્સને બનાવવામાં આવી શકે છે સુકાની
ટીમ ઇન્ડિયાના એક પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે કોહલીને આઈપીએલમાં અધવચ્ચેથી જ સુકાની પદમાંથી હટાવવામાં આવી શકે છે. તેણે કહ્યું કે, ‘કોલકાતા સામે એવું લાગી રહ્યું હતું કે તે કઇ સમજી શકતો નથી. તે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે.’ વિરાટ કોહલી 2013માં બેંગલુરુનો સુકાની બન્યો હતો. ત્યાર બાદ ટીમે 132 મેચ રમી હતી. જેમાં 62 જીત્યા અને 66માં હાર મળી છે. 4 મેચનું પરિણામ આવ્યું નથી. તેની જગ્યાએ ટીમના સિનિયર ખેલાડી એબી ડીવિલિયર્સને સુકાની પદ આપવામાં આવી શકે છે. જોકે ડીવિલિયર્સની ઉંમર સુકાની બનવામાં તકલીફ ઊભી કરી શકે છે.

ABDના સુકાની બનવામાં તકલીફ આવી શકે છે

  • દરેક ફ્રેન્ચાઇઝીની પાસે ત્રણ રિટેન અને ત્રણ આરટીએમ (રાઇટ-ટુ-મેચ) ના વિકલ્પ છે. ફ્રેન્ચાઇઝી કોહલી અને પડીક્કલ બાદ ડીવિલિયર્સને રિટેન કરી શકે છે. તો સુંદર, જેમિસન અને ચહલને આરટીએમ કરી શકે છે. જો ડીવિલિયર્સને રિટેન કરશે તો તેને 11 કરોડનો ખર્ચ વધશે. કોહલી પર પણ 17 કરોડ ખર્ચ થશે. એવામાં ટીમ 28 કરોડ માત્ર 2 ખેલાડીઓને રિટેન કરવામાં જતા રહેશે.
  • તેનો સુકાની તરીકેનો રેકોર્ડ ખઇ ખાસ નથી. તે 360 એન્ગલ પર બેટિંગ તો કરી શકે છે પણ તેની કેપ્ટનશિપમાં દ. આફ્રિકાની ટીમ કોઇ ટાઇટલ જીતી નથી શક્યું.
Comments (0)
Add Comment