રેલવેમાં નોકરીની લાલચ આપીને 40 લોકો સાથે રૂ. 2.44 કરોડની છેતરપિંડી

દિલ્હી પોલીસે નોઇડામાંથી મોહંમદ રાઘિબ ફિરોઝની ધરપકડ કરી

આરોપીઓએ નકલી એપોઇન્મેન્ટ અને ટ્રેઇનિંગના લેટર પણ ઇશ્યુ કરી દીધા હતા અને  નકલી મેડિકલ પરીક્ષા પણ લેવાઇ હતી

ઉમેદવારોનો વિશ્વાસ જીતવા માટે  દેહરાદૂનમાં ત્રણ મહિનાની ટ્રેઇનિંગ પણ આપવામાં આવી હતી 

નવી દિલ્હી : રેલવેમાં નોકરીની લાલચ આપીને 40 લોકો સાથે છેતરપિંડી આચરવાના રેકેટમાં સંડોવણી બદલ દિલ્હી પોલીસની આિર્થક અપરાધ શાખાએ 43 વર્ષના પુરૂષની ધરપકડ કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં ઔજણાવ્યું છે.

ગ્રેટર નોઇડાનો રહેવાસી આરોપી મોહંમદ રાઘિબ ફિરોઝ મનો વિજ્ઞાાનમાં અનુસ્નાતક અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનની ડિગ્રી ધરાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી  પીડિતો પાસેથી નાણા એકત્ર કરવા, એપોઇન્મેન્ટ અને ટ્રેઇનિંગ માટેના વિવિધ ફોર્મ ભરવા સહિતની તમામ રેકેટની પ્રવૃત્તિઓ ચલાવતોે હતો. 

આ કેસમાં અગાઉ બ્રિજ કિશોર અને સચીન કુમાર એમ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને 40 યુવાનો સાથે કુલ 2.44 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. 

મોટા ભાગના પીડિતો ગરીબ પરિવારોના છે અને તેઓ આગ્રા, હાથરસ અને પટણાની આજુબાજુ આવેલા ગામોના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પૈકીના એક આરોપીએ પોતાની ઓળખ આઇએએસ અિધકારી તરીકે આપી હતી.

એડિશનલ કમિશનર ઓફ પોલીસ(ઇકોનોમિક ઓફેન્સ વિંગ) આર કે સિંહે જણાવ્યું હતું કે આરોપીઓએ નક લી એપોઇન્મેન્ટ અને ટ્રેઇનિંગના લેટર પણ ઇશ્યુ કરી દીધા હતાં. આ ઉપરાંત નકલી મેડિકલ પરીક્ષા પણ લેવામાં આવી હતી. ત્યારબાદ દેહરાદૂનમાં ત્રણ મહિનાની ટ્રેઇનિંગ પણ આપવામાં આવી હતી જેથી ઉમેદવારોનો વિશ્વાસ જીતી શકાય.

Comments (0)
Add Comment