રિપોર્ટર: સુરેશભાઈ પરમાર કપડવંજ
ખેડા જિલ્લામાં ૧૪ થી ૨૯ માર્ચ શરૂ થનાર SSC અને HSC તેમજ વિજ્ઞાન પ્રવાહ ની શરૂ થનાર પરીક્ષા ને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્ર ના વિસ્તાર થી ૧૦૦ મીટર નો અંતર અને પરીક્ષા કેન્દ્ર ના ગામડા તેમજ તાલુકા માં આવેલ તમામ ઝેરોક્ષ મશીન દુકાન બંધ રાખવા માટે જાહેર નામું બહાર પાડવા માં આવે
તથા કોઈ પણ પ્રકારની ગેરરીતિ તથા શાંતિ મય વાતાવરણ જળવાય રહે તે માટે ચાર કે તેથી વધુ લોકો ભેગા ના થાય અને પ્રતિબંધ કરવામાં આવે અને ભેગા થાય કે ગેરવર્તન કરે તો પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૫૧ હેઠળ દંડ અને શિક્ષા ને પાત્ર કરવામાં આવે અને કોઈ સારા વિદ્યાર્થીઓ જે સારી મહેનત કરે છે તેમનું ભવિષ્ય જોખમમાં ના મુકાય તેને ધ્યાને લઇ ને આ નિયમ લાગુ કરવામાં આવે તેવી એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા તરીકે જાગૃત અને સેવાભાવી યુવાન સુરેશભાઈ પરમાર દ્વારા આવનાર SSC અને HHC પરીક્ષા માટે કોઈ કોપી કેસ અને માઇક્રો ઝેરોક્ષ નકલ કોઈ ને ના મળે જેનાથી કોઈ સારા મહેનતુ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ના બગાડે તેના માટે કપડવંજ ‘ જે એન પટેલ ‘ મામલતદાર ને ૬/૩/૨૦૨૩ નારોજ આવેદન પત્ર આપવામાં આવ્યું