પંચાયત વિસ્તરણ અધિકારી ભરત પટેલ ની અધ્યક્ષતા માં અવિશ્ચાસ ની દરખાસ્ત બહુમતી થી મંજૂર
વડગામ તાલુકાના છાપી પંચાયત માં છેલ્લા ઘણા દિવસો થી જુદી જુદી બાબતે વિવાદાસ્પદ બનેલી જેમાં પંચાયત ના કુલ તેર સભ્યો પૈકી આજરોજ મળેલ બેઠક માં સરપંચ સહિત કુલ અગિયાર સભ્યો હાજર રહ્યા હતા અને બે સભ્યો ગેરહાજર રહ્યા હતા હાજર સભ્યો પૈકી સરપંચ સહિત દસ જેટલા સભ્યોએ ડેપ્યુટી સરપંચ ફજલુરહૈમાન સુલૈમાન નેદરીયા પર અવિશ્ચાસ ની દરખાસ્ત ને સમર્થન આપી પોતાનો મત રજુ કર્યા હતો ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવતા ફજલુરહૈમાન ભાઈ એ પોતાનો વાધો રજુ કર્યા હતો જેથી દસ સભ્યોની બહુમતી ના કારણે અવિશ્ચાસ ની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી હતી આગામી દિવસો માં પંચાયત સભ્યો દ્વારા નવા ડેપ્યુટી સરપંચ ની નિમણૂક કરવામાં આવશે તેવુ પંચાયત સુત્રો દ્વારા જાણવા મળેલ હતું. ફજલુરહૈમાન નેદરીયા દ્વારા આ મળેલ સભા નો ઠરાવ ની નકલ તેમજ સમગ્ર મિટિંગ નું વિડીયોગ્રાફી ની લેખિત માંગ કરી હતી જેને પંચાયત વિભાગ દ્વારા તેમને આપવા માટે કવાયત હાથ ધરી હતી.