બાયડની સ્વામિનારાયણ સોસાયટી -2 મો ધોળા દિવસે મકાનમાં ચોરી.

રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ બાયડ આંબલીયારા

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ સ્વામિનારાયણ સોસાયટી -૨મા બપોરના સુમારે ચોરી થતા રહીશોમાં ફકરાટ વ્યાપ્યો છે સોસાયટીમાં રહેતા કિશોરભાઈ બાબુભાઈ મારવાડી અને તેમના પત્ની સવારે માધવ કંપા ખાતે નોકરી ગયા હતા ત્યારે બપોરે ઘરે પરત આવી મકાનનો દરવાજો ખોલતા જોયું તો ઘરની ઘરવખરી તેમજ તમામ સામાન વેરવિખેર જોઈ ચોરી થયાની શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું કે મકાન નંબર 90 બી માં પાછળના ભાગે આવેલ દરવાજા નો નકુચો તોડી ચોરોએ ઘરમાં પ્રવેશ કરી રૂપિયા 32000 રોકડ રકમ તેમજ 50000 ના સોના ચાંદીના દાગીના સહિત કુલ રકમ 82,000 ના મુદ્દા માલની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા આ બાબતે બાયડ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments (0)
Add Comment