રખિયાલ રેલવે સ્ટેશન થી સગદલપુર, વસંતકુંજ સોસાયટી સુધી દારૂનો વેપાર યથાવત.

રિપોર્ટર નાગજીભાઈ એસ બારોટ ગાંધીનગર જીલ્લા બ્યુરો ચીફ

દહેગામ તાલુકાના રખિયાલ ગામ રેલવે સ્ટેશનથી વસંતકુંજ સોસાયટ સુધી રાત્રી દરમ્યાન દારુ ની મહેફિલોની નિશાની જોવા મળી રહી છે. ઠેર ઠેર દારુ ની કોથરીયો દેખાઈ રહી છે જ્યારે જૈન દેરાસરની સામે કુવામાં દારૂની કોથરીઓનો ગઢ બનતો જઈ રહયો છે. રખિયાલ બજારમાં પાણી ની પરબ જોડે પણ ગંદકી એટલી બધી વધી રહી છે કે ત્યાંથી નીકળતા નાગરિક મો ઊપર હાથ રાખી ને નીકળતા હોય છે. ગ્રામ પંચાતન માટે સ્વચ્છતા અભિયાન કહેવા પુરતું અને કાગળ ઉપર જ ચલાવવામાં આવે છે. રખિયાલ બજાર માં પીવાના પાણી માટે ફાફા પડતાં હોય છે.અને પોલીસ સ્ટેશન ની આગળ તથા રખિયાલ પ્રાથમિક શાળાની પાછળ .દહેગામ હાઇવે ઉપર અંબિકા વે બ્રીજ ની સામે પાણી લિકીજ થી તળાવો ભરાઈ ગયા છતા તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યુ છે.તો શુ આ લિકિજ બંધ થશે. ખરૂ ? આ દારુ ની મહેફિલો બંધ કરવામા આવશે ખરી ?કે પશી આ ને લાગતા વળગતા અધિકારીઓ મુખ પેક્ષક બનીને તમાશો જોતા રહેશે. રખિયાલ આરોગ્ય વિભાગના અધિકારીઓ આ પાણી બાબતે ધ્યાન દોડાવ છે કે પશી મોટો રોગ ચારો ફાટી નીકળે તેની રાહ જોઇ બેઠા હોય તેવું લાગી રહ્યું છે. કે સીધા 108 માં ગાંઘીનગર રેફર કરશે. કારણ કે એક કૂતરું કરડે તો પણ રખિયાલ આરોગ્ય વિભાગ ગાંધીનગર રેફર કરી દેતા હોય તો આ ગંદા પાણી થી રોગ ચારો ફાટી નીકળે તો ક્યાં રેફર કરશે તેવી પબ્લીક માં ચિંતાઓ જોવા મળી રહી છે. લગભગ એક કરોડ ના ખર્ચે બનેલું રખિયાલ આરોગ્ય કેન્દ્ર માં એક કુતરા કરડે તો તેની દવા નથી તો પશી મોટી બીમારી ની દવાની સુ અપેક્ષા રાખી શકાય. દારુ ની મહેફિલો નું જીમેદાર કોણ.?પાણી લીકીજ નું જીમેદાર કોણ ? કચરાના ઢગલા નું જીમેદાર કોણ ? પાણી ના તળાવો જે જોવા મળી રહ્યા છે તેનાથી રોગ ચારો ફાટી નીકળે તેનું જીમેદાર કોણ ? આજે સગદલપુર અને રખિયાલ ગામ નો વિકાસ કુંભકર્ણ ની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

Comments (0)
Add Comment