ધાનેરાના ભાટીબ ગામના શખસને ચોરીના બાઇક સાથે પોલીસે ઝડપ્યો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના ભાટીબ ગામનો શખસ 18 માસ પહેલા રાજસ્થાનના રોહટ જિલ્લાના પાલીથી ચોરાયેલ બાઇક સાથે ધાનેરા પોલીસના હાથે શનિવારે ઝડપાયો હતો. પીઆઈ એ.ટી.પટેલ શનિવારે ધાનેરા પોલીસકર્મીઓ સાથે વાહન ચેકીંગમાં હતા. તે સમયે એક શંકાસ્પદ શખસ બાઇક પર ધરણોધરથી રાજસ્થાન તરફ જતો હતો. બાઇક સવારને રોકાવી ધાનેરા પોલીસએ તેની પાસે બાઇકના કાગળો માગ્યા હતા. જો કે શખસ પાસે બાઇકના કાગળો ના હોવાના કારણે ધાનેરા પોલીસએ બાઇકના ચેચીસ એન્જીન નંબર પોકેટકોપ મોબાઇલ દ્વારા સર્ચ કરતા બાઇક રાજસ્થાન રાજ્યનું હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલ શખસ પાસેનું બાઇક રાજસ્થાનના રોહટ જિલ્લાના પાલીથી ચોરી થયા હોવાની માહિતી મળી આવતા ધાનેરા પોલીસએ ભાટીબ ગામના જયેશભાઇ ફોજાભાઇ રબારીને પકડી પાડી તેની પાસેથી 35 હજાર રૂપિયાનું ચોરી કરેલું બાઇક જપ્ત કર્યું હતું. આમ રાજસ્થાનના રોહટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આંતર રાજ્ય ચોરીના ગુનાનો ધાનેરા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Comments (0)
Add Comment