ગાયત્રી પરિવાર યુવા સંગઠન દ્વારા ડેમાઈ GIPS સ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર રાહુલપુરી ગોસ્વામી બાયડ

તારીખ 11 ફેબ્રુઆરી 2023 શનિવાર ના રોજ ગાયત્રી પરિવાર યુવા સંગઠન (GPYG) બાયડ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ GIPS ડેમાઈ શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ વિદ્યાર્થીઓ ને GPYG યુવા સંયોજક સ્નેહ પંચાલ તેમજ વિજયભાઈ પ્રજાપતિ દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવી તેઓનું જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. ત્યારબાદ 25 જેટલા બોરસલી ના છોડ નું 25 બાળાઓ દ્વારા વેદોક્ત વિધિથી પૂજન કરાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને વૃક્ષો ને સુરક્ષિત રાખવા માટે ટ્રી ગાર્ડ પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી શ્રી સૂરજભાઈ તેમજ શ્રી ઉમંગભાઈએ સહકાર આપ્યો હતો. GPYG બાયડ સંગઠનમાંથી સંયોજક સ્નેહ પંચાલ, વિજય પ્રજાપતિ, ગોવિંદભાઈ પટેલ, હિમાલય સોલંકી, ગૌરાંગ રાવલ, કૌશિકભાઈ પંચાલ વગેરે હાજર રહ્યા હતા. GPYG બાયડ સંગઠન દ્વારા ગાયત્રી શક્તિપીઠ બાયડ અંતરગત પાછલા 2 વર્ષોમાં બાયડ તાલુકામાં 500 થી વધુ ઘરો આગળ, સરકારી કચેરીઓ, શાળા-કોલેજો વગેરે જગ્યાઓએ 2000 થી વધુ બોરસલી અને અન્ય વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે તેમજ જાહેર જગ્યાઓ એ વ્યસન મુક્તિઅભિયાન અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Comments (0)
Add Comment