રિપોર્ટર પોપટ લાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના વાછડાલ પ્રાથમિક શાળાની સ્થાપના 10 ફેબ્રુઆરી-1954 ના રોજ થઈ હતી. જેને શુક્રવારે 69 વર્ષ પુરા કરતાં તેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. 10 કિલોની મોટી કેક કાપવામાં આવી હતી. વર્ગ સુશોભન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રવૃતિના અને ટોપ તેજસ્વી તારલાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. શાળાને શણગારવામાં આવી હતી. વિવિધ ગીતો અને ગીત અભિનય રજૂ કરવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.