દેવગઢબારિયા તાલુકાની મોટી ખજુરી પ્રાથમિક શાળા ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

દેવગઢબારિયા તાલુકાની મોટી ખજુરી પ્રાથમિક શાળા ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી આજરોજ તારીખ 26/01/ 2023 ના રોજ દેવગઢ બારીયા તાલુકા ની પ્રાથમિક શાળા મોટી ખજુરી ના પટાંગણ મા 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોટી ખજુરીના સરપંચ શ્રી બચુભાઈ વી પટેલ તથા મોટી ખજુરી દક્ષિણના સરપંચ શ્રી સુરેશભાઈ એમ રાવત તથા S.M.C ના સભ્ય શ્રીઓ, ગ્રામજનો નિવૃત્ત કર્મચારીઓ તથા તમામ બાળકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા અનેક અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળા ની બાલિકા કું.ભૂમિકાબેન .એન .બારીયા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું શાળાના બાલિકા તથા બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર. જશવંતભાઈ. ડી ડાયરા દેવગઢ બારીયા

Comments (0)
Add Comment