રેશનકાર્ડ ધારકોને આ વખતે 18 સપ્ટેમ્બરથી અનાજ મળશે

રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસનું અનાજ

રેશનકાર્ડધારકોને આગામી તા.૧૮ સપ્ટેમ્બરથી આપવા અંગેનો પરિપત્ર બહાર પડાયો છે. 

જેમાં રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર નિયમિત અનાજનો જથ્થો ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળનું મફત અનાજનો જથ્થો સાથે આપવામાં આવશે.

આ અંગેનો પરિપત્ર દરેક વાજબી ભાવની દુકાનોના સંચાલકોને મોકલી અપાયો છે. ચાલુ માસનું અનાજ મોડું મળતા એકબાજુ કાર્ડધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

કાર્ડધારકો રોષ ઠાલવી રહ્યા છેકે અમીર હોય કે ગરીબ બંને વર્ગને જમવાનું તો સમયસર જોઇએ. દિવસો  સુધી ભુખ્યે ન રહી શકાય, રાજ્ય સરકારે ચાલુ માસમાં રેશનકાર્ડધારકોને ૧૭ દિવસ સુધી અનાજથી વંચિત રાખીને લાખો પરિવારોને ભુખમરા તરફ ધકેલી દીધા હોવાની લાગણી ગરીબ વર્ગ અનુભવી રહ્યો છે.

Comments (0)
Add Comment