૧૫/૦૯/૨૦૨૧(માજીપ્રમુખશ્રી સ્વ.ચાંપશીભાઈ દેવશીભાઈ નંદુ દ્રિતીય પુણયતિથી )

   આજ રોજ શ્રી  નવચેતન અંધજન મંડળ-ભચાઉ   વૃધ્ધાશ્રમ અંતર્ગત  સંસ્થાના માજી પ્રમુખશ્રી સ્વ.ચાંપશીભાઈ દેવશીભાઈ નંદુ(કકરવાવાળા)ની દ્રિતીય પુણયતિથી નિમિતે શ્રધ્ધાજલી કાર્યક્રમનું આયોજન કરેલ જેની શરૂઆતમાં  મંત્રીશ્રી વનરાજસિંહ આર જાડેજાએ, સંસ્થાના હદય સમાન એવા સર્વે અંતેવાસીઓએ તથા સર્વે કર્મચારીગણે તેના આત્માના શાંતિઅર્થે  બે મિનીટ મૌન પાડેલ.વૃધ્ધાશ્રમ સંસ્થાના મંત્રી શ્રી વનરાજસિંહ આર જાડેજા એ બે શબ્દ બોલી શાબ્દીક શ્રધ્ધાજલી આપી હતી.સાથે સાથે  અંતેવાસી પાચાભા ચાવડા,વનાભાઈ કોળીએ પણ શાબ્દીક શ્રધ્ધાજલી આપી હતી.શાબ્દીક શ્રધ્ધાજલી બાદ મંત્રીશ્રીએ,અંતેવાસીઓએ તથા સર્વે કર્મચારીગણે  પુષ્પો અર્પણ કરી શ્રધ્ધાજલી આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ.
Comments (0)
Add Comment