જૂની યાદો તાજી કરતા થરાદના MLA

થરાદ એસટી ડેપો દ્વારા થરાદથી લાખણીના ગેળા સુધી નવીન બસ સેવા શરૂ કરી હતી. આ બસ થરાદથી કરણાસરથી મોટીપાવડ, લિંબાઉ, આછવાડીયા, જેતડા, લાખણીથી ગેળા સુધી અને ત્યાંથી પાછી લાખણીથી પેપેરાલથી થરાદ સુધીની છે. જેમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે એ ગેળાથી લાખણી સુધી મુસાફરી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી. બસમાં ધારાસભ્ય માટે અનામત બેઠકની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ વ્યક્તિગત વાહનો અને સમયની મારામારીના કારણે ધારાસભ્યો ગુજરાત સરકારની એસટી બસ સેવામાં મુસાફરી કરવાનું ટાળતા હોય છે, ત્યારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતએ ગેળાથી લાખણી સુધી બસમાં મુસાફરી કરીને જૂની યાદોને તાજી કરાવી હતી..

Comments (0)
Add Comment