પાલનપુરમાં સિવિલમાં વાયરલ ફીવરે ના કારણે દર્દીઓની લાઇનો

પાલનપુરમાં વરસાદ બાદ ફરી એકવાર વાયરલ ફીવરે માથું ઉચક્યું હોય તેમ સતત કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દિવસના 667 ઉપરાંતના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. બનાસકાંઠામાં વરસાદ થયા બાદ પાલનપુર શહેરમાં વાયરલ ફિવરના કેસોમાં વધારો નોંધાયો છે.જેથી દર્દીઓ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે.આ અંગે સિવિલ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાલનપુરની ગલબાભાઇ નાનજી પટેલ ટ્રસ્ટ સંચાલીત પાલનપુર સિવિલમાં વાયરલ ફિવરના દર્દીઓનો ઘસારા વધ્યો છે. જેમાં દિવસના ટ્રોમા સેન્ટરમાં દિવસની ઓપીડી 170 છે. તેમજ કુલ ટોટલ 667 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના દર્દીઓને તાવ, શરદી, ખાંસીની બિમારી ધરાવતા હોય છે. જેથી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર આપી સાજા કરવામાં આવી રહ્યા છે.જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલી ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં દિવસના 667 દર્દીઓ સારવાર માટે આવે છે.જેમાં 90 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હોવાનું સિવિલ સુત્રોએ જણાવ્યું હતુ.સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને પ્રથમ કેસ કઢાવવાનો હોય છે. ત્યારબાદ ડોક્ટરને બતાવવાનું હોવાથી વાયરલ ફિવરના કેસમાં વધારો થતા સિવિલની કેસ બારી પર ભારે ઘસારો જોવા મળ્યો હતો.

Comments (0)
Add Comment