માલપુરના પીપરાણા ના વતની અંશતઃ અંધ એવા ભલાજી ડામોર કે જેમને અંધજન ક્રિકેટ માં પોતાનું કૌવત બતાવ્યું હતું તેઓની અરવલ્લી જિલ્લાના સંવેદનશીલ પોલીસ વડા શ્રી સંજયભાઈ ખેરાત દ્વારા જી,આર,ડી,હોમ ગાર્ડ તરીકે નિમણૂક આપવામાં આવેલ છે,તેઓને ગણવેશ,ટોપી ,બૂટ, લાકડી વિગેરે સેવા ભાવથી પ્રેરાઈનેમાલપુરના અભિલાષા ટ્રસ્ટ ના પ્રમુખ અને સેવાભાવી કાર્યકર જીજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા ગણવેશ કિટની સહાય માલપુર પોલીસ સ્ટેશન ના પી,આઇ શ્રી ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે માનદ હ જી.આર.ડી ઇશ્વરભાઇ અધિકારી-અને હોમ ગાર્ડ કમાંડર મુકેશભાઈ પ્રજાપતિ હાજર રહેલ.