સરળ..શાંત…શાલિન..સૌમ્ય..નિખાલસ..નિરાભિમાની… આ બધા વિશેષણોથી વિશેષ સ્વભાવના માલિક,સજ્જન માણસ માટે વપરાતા બધા શબ્દો પણ જેમના વ્યક્તિત્વ આગળ ઝાંખા લાગે તેવો સ્વભાવ ધરાવતા, લોકસેવકના શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર કાંકરેજ પંથકના લોકલાડીલા ધારાસભ્યશ્રી આદરણીયશ્રી કિર્તીસિંહજી વાઘેલાને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી શ્રી નું સ્થાન મળવા બદલ તેની ઉજવણી તાલુકા મથક શિહોરી ખાતે ફટાકડા ફોડી તેમજ એક બીજા કાર્યકર્તા ઓએ એક બીજા ને મીઠાઈ ખવડાવી ને ઉજવણી કરી હતી. સંનિષ્ઠ વ્યક્તિને મંત્રી બનાવને કાંકરેજ તાલુકાની પ્રજાની માગણી અને લાગણીને વાંચા આપીને બનાસકાંઠા પંથકને ગૌરવ કરવા બદલ મુખ્યમંત્રીશ્રી નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો