તખુભા ની તલવાર નામ નું જે પિક્ચર હરેશભાઈ પટેલ નિર્માતા દ્વારા રિલીઝ થવા જઈ રહ્યું છે જે ફિલ્મ ક્ષત્રિય સમાજ ને અપમાનિત કરતુ ફિલ્મ છે…..

ક્ષત્રિય સમાજ ની મજાક બનાવામાં આવી છે ક્ષત્રિય સમાજ ને નુકસાન નું નીચું બતાવામાં આવ્યું છે તો આ ફિલ્મ ની જાણ થતા તુરંત ક્ષત્રિય સમાજ દ્વારા આ બાબતે એક્સન લેવામાં આવી છે ક્ષત્રિય અગ્રણી રાજપૂત કરણી સેના ઉપાધ્યક્ષ જેપી જાડેજા સાહેબ,ક્ષત્રિય યુવા અગ્રણી સેજપાલસિંહ ઝાલા એડવોકેટ,સોસીયલ મીડિયા પ્રભારી કરણી સેના બીજરાજસિંહ ઝાલા દ્વારા ફિલ્મ નિર્માતા સાથે વાત થયેલ છે.

જે આ ફિલ્મ આવતા શુક્રવાર ના રિલીઝ થવા નું હતું જે ફિલ્મ ને હાલ પૂરતું સ્થગિત કરી ને અટકાવી દીધેલ છે અને ફિલ્મ મા જ્યાં ક્ષત્રિય સમાજ ને અપમાનિત કરતા સીન બતાવ્યા છે એ તમામ સીન કાઢવા મા આવશે અને ફરી થી એક વખત ક્ષત્રિય અગ્રણી ઓ ને ફિલ્મ બતાવી ને રિલીઝ કરવાની ડાઇરેક્ટર દ્વારા બાહેંધરી આપવામાં આવી છે.

Comments (0)
Add Comment