ભિલોડા ખાતે ઈન્સ્પ્રા સંસ્થા દ્વારા નાબાર્ડ ગુજરાતના મુખ્ય મહાપ્રબંધક ડૉ.જ્ઞાનેન્દ્રમણીજીનો સ્વાગત સત્કાર સમારંભ યોજવામાં આવ્યો

ઈન્સ્પ્રા સંસ્થા દ્વારા નાબાર્ડ મુખ્ય મહાપ્રબંધક ડૉ.જ્ઞાનેન્દ્રમણીજીનો સ્વાગત સરકાર સમારોહ ભિલોડા ખાતે સિયારામ રેસીડેન્ટી ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ઈન્સ્પ્રા સંસ્થાના નિયામક દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપતાં જણાવવામાં આવ્યું કે ભિલોડા તાલુકાના 40 ગામોમાં નાબાર્ડના સહયોગથી ઈન્સ્પ્રા દ્વારા JLG,SHG જેવા ગ્રુપો બનાવીને જુદી જુદી બેંકો સાથે જોડાણ કરી આશરે એક કરોડ દસ લાખ રૂપિયા લોન અપાવી બહેનો દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ ખેતી અને પશુપાલન થકી બહેનોની આવક વધારવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

લાભાર્થી બહેનોએ પોતાની કેશ સ્ટડી સંભળાવી હતી.નાબાર્ડના મહાપ્રબંધક ડૉ.જ્ઞાનેન્દ્રમણીજીએ સંસ્થાની પ્રશંસા કરતાં જણાવવામાં આવ્યું કે નાબાર્ડ બેંક ખેતી વિકાસના કામો માટે મદદ કરે છે.સંસ્થાના કાર્ય ક્ષેત્રમાં શું કામગીરી કરવાપાત્ર છે તે નક્કી કરીને પ્રોજેક્ટ બનાવીને આપો.નાબાર્ડ દ્વારા મદદ કરવામાં આવશે.

આ કાર્યક્રમ પ્રસંગે નાબાર્ડ DGM નિલેશ શાહ DDM નવલ કનોર CEO સાબરકાંઠા બેંક જુદી જુદી બેન્કો ના મેનેજર શ્રી ઓ તથા ઈન્સ્પ્રા સંસ્થાના નિયામક શ્રી હાજર રહ્યા હતા.આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દહેગામડા શાખાના મેનેજર શ્રી રમેશભાઈ બોડાત તથા બેંક સખી શ્રીમતી મીનાક્ષીબાનુ ટ્રોફી તથા સાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં SHG,JLG ના ડિરેક્ટરો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી રાયમલભાઈ પગી અને તેમની ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Comments (0)
Add Comment