અરવલ્લીઃબાયડ તાલુકાના ઓઢા ગ્રામ પંચાયત વિસ્તારમાં બનાવેલા સંપમાં ઇજારદારની બેદરકારી

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઓઢા ગ્રામ પંચાયત વિસ્તારમાં 50,000 લિટર પાણીની ક્ષમતા વાળો પાણી પુરવઠા બોર્ડની સીધી દેખરેખ હેઠળ ઇજારદારે બનાવેલો છે.
આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત અને નાગરિકોમાં અનેક પ્રકારની ફરિયાદો ઉભી થવા પામી છે.

વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાની ઓઢા ગ્રામ પંચાયત વિસ્તારના નવા ઓઢા ગામે 50000 લિટર પાણીની ક્ષમતા વાળો એક સંપ બનાવવામાં આવ્યો છે આ સંપ બનાવ્યા પછી તેની આસપાસ માટીનું પુરણ કરવું રસ્તો પૂર્વવત કરવો જેવી જવાબદારીઓ જે તે ઈજારદારની હોય છે પરંતુ ઇજારદારે તેની કામગીરીઓ પૂર્ણ કરી નથી પરંતુ સરકારે નિમેલા તંત્રએ એટલે કે પાણી પુરવઠા બોર્ડે પણ આ બધી કામગીરી થઈ છે કે કેમ તે જોવાની તસ્દી લીધી નથી
ના છૂટકે સ્થાનિક ગ્રામ પંચાયતને ગામના નાગરિકોને અવરજવરમાં તકલીફ પડતી હોય સંપની આજુબાજુ તેમજ રસ્તા પૈકીનું પુરણ કરવાની ફરજ પડી છે આ બાબતે અમારા પ્રતિનિધિએ પાણી પુરવઠા બોર્ડના સત્તાવાળા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી થઈ છે કે કેમ તેની અમે તપાસ કરાવીશું.!!!

Comments (0)
Add Comment