પૂર્વ આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સી સામે ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ

જિલ્લામાં પૂર્વ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સી દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતા તેમની સામે તપાસ માટે એક વર્ષ અગાઉ નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર ખાતે રજૂઆતો કરવામાં આવી હતી.જેને પગલે કચેરીઓને ડીસ્ટ્રીક પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ તા.19 ડિસેમ્બર-22ના પત્રથી જરૂરી આધાર પુરાવા તૈયાર કરવા માટે હુકમ કરવામાં આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે. માહિતી એકત્ર કરવા માટે ટીમને જાણ કરી છે ડો.મનિષ ફેન્સી સામે ભ્રષ્ટાચારની અરજી થઇ હતી. જે બાબતે સ્ટેટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગરથી તમામ માહિતી તૈયાર રાખવા જાણ કરતાં તમામ અધિકારીઓ અને શાખાઓને માહિતી ભેગી કરવા સુચના આપી છે અને માહિતી એકત્ર થતાં ઉપરી કચેરી ખાતે જાણ કરીશું. ડો. જયેશ પટેલ (CDHO- બનાસકાંઠા)

Comments (0)
Add Comment