મોડાસાની સીટ પર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ભીખુસિંહ પરમાર ની ₹25,000 થી વધુ મતો થી ભવ્ય જીત

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકો માં છેલ્લા બે ટર્મથી મોડાસા તાલુકાની સીટ પર કોંગ્રેસ પાર્ટીનો દબદબો હતો જે આ વખતે મોડાસાની સીટ પર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ભીખુસિંહ પરમાર ની ₹25,000 થી વધુ મતો થી ભવ્ય જીત થઈ હતી ગત ટર્મની અંદર ભીખુસિંહ પરમાર પાતળી સરસાઈ થી પરાજિત થયા હતા પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમને રીપીટ કરી ફરી તેમના પર વિશ્વાસ મૂક્યો હતો જેને લઈ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી મોડાસા તાલુકાની સીટ ઉપર ભીખુ સિંહ પરમાર જીતવામાં સફળ રહ્યા હતા અને મોડાસા તાલુકાની સીટ ઉપર ભગવો લહેરાયો હતો જ્યારે બીજી બાજુ વાત કરીએ તો બાયડ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી થી નારાજ થયેલા અને લોકલાડીલા અપક્ષના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ની સાત હજારથી વધુના મતોથી જીત થઈ હતી ત્યારબાદ ભિલોડા બેઠક પર ભગવો લહેરાયો હતો વર્ષો પછી કોંગ્રેસનો ગઢ ગણાતી ભિલોડા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગત ટર્મની અંદર પાતળી સરસાઇથી પરાજિત ત્યારે ફરી એકવાર પાર્ટીએ વિશ્વાસ મૂકી ભિલોડા બેઠક પર ટિકિટ આપી હતી તેવા પૂર્વ આઇપીએસ શ્રી પી સી બરંડા ગાબડું પાડવામાં સફળ રહ્યા હતા અને 15,000 થી વધુ મતોથી વિજય પ્રાપ્ત કર્યો હતો ત્રણે ઉમેદવાર દ્વારા જીતની ખુશીમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને મતદારો સમર્થકો અને કાર્યકર્તા નો આભાર માન્યો હતો વર્ષો પછી મોડાસા તથા ભિલોડ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

Comments (0)
Add Comment