સુરત જિલ્લા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ કાબાભાઈ અને હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ સ્ટેશન અને નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીના બે ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુ ઉર્ફે ખોજે વનયા તડવી ચોરીની TVS WEGO મોટર સાઇકલ નં GJ-22-D-3847 લઇ કામરેજ ચાર રસ્તા પાસે કડોદરા જવાનાં રોડ પર ઉભો છે.એવી બાતમી આધારે સ્થળ પર જઈ આરોપી રાજુ ઉર્ફે ખોજે વનિયાને TVS મોટર સાઇકલ અને KTM મોટર સાઇકલ સહિત કુલ્લે 2 લાખ 10 હજાર 500 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.. જોકે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..