ઇન્ટીગ્રેટેડ Bsc,M.sc પ્રવેશ માટે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પાટણ ખાતે છાત્રોનો ઘસારો

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ધો.12 સાયન્સ પછી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા કેમેસ્ટ્રી અને લાઇફ સાયન્સ જેવા વિષયોમાં ઇન્ટીગ્રેટેડ માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એકવાર વિદ્યાર્થીએ એડમીશન કરાવ્યા બાદ પાંચ વર્ષ પૂર્ણ થતાં આ અભ્યાસક્રમની માસ્ટર ડિગ્રી મેળવી શકાય છે. સાથે આ કોર્ષમાં ક્રેડીટ પણ વધુ આપવામાં આવે છે. જેથી સાયન્સમાં વિદ્યાર્થી પોતાની ઉજજવળ કારકિર્દી બનાવી શકે છે. આમ બંને કોર્ષમાં ત્રીસ ત્રીસ બેઠકો ફાળવવામાં આવી હતી તેની સામે લાઈફ સાયન્સમાં 6 આ કેમેસ્ટ્રીમાં 2 મળી 8 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે કેમેસ્ટ્રી વિષયમાં પ્રવેશ મેળવવા માટે 40 વિદ્યાર્થીઓની અરજીઓ રજીસ્ટ્રેશન થવા પામી છે.

જ્યારે લાઇફ સાયન્સ વિષયમાં 25 અરજીઓ નોંધાવા પામી છે. આ અભ્યાસક્રમમાં એડમીશન મેળવ્યા બાદ વિદ્યાર્થીને સૌથી મોટો ફાયદો એ થાય છે કે જેમાં બીએસસી કે એમએસસીમાં કોઇપણ વિદ્યાર્થી એક કે બે વર્ષ બાદ અભ્યાસક્રમ છોડે ત્યારે તેને ડીગ્રી ડિપ્લોમાનું સર્ટીફીકેટ આપવામાં આવે છે. જેમા ત્રણ વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને ગ્રેજ્યુએશન,ચાર વર્ષ પૂર્ણ કરનારને પીજી ડિપ્લોમાં ડિગ્રી અને પાંચ વર્ષ પૂર્ણ કરનારને માસ્ટર ડિગ્રીનું સર્ટીફીકેટ આપવામાં આવશે. આમ પાટણ યુનિવર્સિટીમાં સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઇન્ટીગ્રેટેડ માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી છે.

Comments (0)
Add Comment