મોટર સાયકલ ચોરીનો અન-ડીટેકટ ગુનો ડીટેકટ કરી ચોરીમાં મોટર સાયકલ તથા ચોર ઈસમને ગઢ પોલીસે પકડી પાડયો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામેથી કોઈ અજાણ્યા ચોર ઈસમે બજાજ કંપનીના પ્લેટીના કાળા કલરના મોટર સાયકલ જીજે.08.સીબી.7158 બાઈકની અજાણ્યા ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બાઈક માલિકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઢ પીએસઆઇ. એસ.બી.રાજગોર અને પોલીસ સ્ટાફે બાઈક ચોરને ઝડપી પાડ્યો હતો

Comments (0)
Add Comment