દાંતીવાડા 93 BSF બટાલિયન દ્વારા વૃક્ષારોપણ અને ઝઝામ માધ્યમિક શાળામાં ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

દાંતીવાડા 93 BSF બટાલિયન દ્વારા બનાસકાંઠા જિલ્લાના કુડા ગામમાં વૃક્ષારોપણ અને સાંતલપુર તાલુકાના ઝઝામ માધ્યમિક શાળામાં ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં કંપની કમાન્ડરશ્રી રાજેશકુમાર મોર્ય, આચાર્યશ્રી વિનોદભાઇ ચૌધરી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ૫૦૦ જેટલાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઝઝામ માધ્યમિક શાળામાં યોજાયેલ ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ચિલ્કા ચૌધરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત 93 BSF બટાલિયનના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Comments (0)
Add Comment