રાજસ્થાનની બોર્ડર વિસ્તારે આવેલ થાવર ગામે મેગા મેડિક્લ કેમ્પ યોજાયો – ૧૮૮૭ દર્દીઓએ લાભ લીધો , ૬૦૦ આંખોના દર્દીઓને ચશ્મા ફ્રી અપાયા

બનાસડેરી તેમજ બનાસ મેડીકલ કોલેજના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કાર્યક્રમ યોજાયો .

બનાસકાઠા જીલ્લાના રાજસ્થાનની બોર્ડર વિસ્તારે આવેલ ધાનેરા તાલુકા થાવર ગામે શ્રીમતી રામાબેન પાતાભાઈ ભૂરિયા માધ્યમિક વિધાલય ખાતે બનાસડેરી અને બનાસ મેડીકલ કોલેજ જનરલ હોસ્પિટલ પાલનપુરના સયુંકત ઉપક્રમે બનાસડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેગા હેલ્થ ચેક્સપ કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો હતો . જેમાં ટોટલ ૧૮૮૭ જેટલા દર્દીઓ ને તપાસી ફ્રી દવા આપવામાં આવી હતી જેમાં ૭૦૦ જેટલા દર્દીના આંખની તપાસ કરીને ૬૦૦ દર્દીને ફ્રી ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૨૨ નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને ૨૨ પેરા મેડીકલ સ્ટાફએ સેવા આપી હતી આ સમગ્ર કેમ્પનું આયોજન બનાસડેરી અને બનાસ મેડીકલ કોલેજના સયુંક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શ્રી સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ને ફૂલહાર તેમજ દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસગે, બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેગા હેલ્થ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં બનાસડેરીના ડાયરેક્ટર જે.કે.પટેલ સહિતના આગેવાનો દુધ મડળીના મંત્રીઓ , બનાસડેરીના કર્મચારીઓ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહી મફત મેડીકલ સેવાનો લાભ લીધો હતો જેમાં મેડીકલ વિભાગનો સ્ટાફ વેહલી સવારથી ખડેપગે રહી નિષ્ઠાપુર્વક ફરજ બજાવી હતી વધુમા બનાસ મેડીકલ પ્રમુખ પી.જે.ચૌધરી એ જણાવ્યું હતું .આ પશુપાલકોની માલિકોની હોસ્પિટલ છે મેડીક્લ કેમ્પ દરમિયાન વધુ પડતી બીમારી જણાઇ આવે તો ઓપરેશન થી લઈને તમામ પ્રકારની સારવાર પાલનપુર સિવિલ ખાતે મફતમાં કરવામાં આવશે .બનાસડેરી ધાનેરા વિભાગના ડાયરેક્ટર જે.કે.પટેલ જણાવ્યું હતું પુરા ભારતમાં ખેડૂતોની એકમાત્ર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હોય તો આપણી બનાસ હોસ્પિટલ છે જે આજે અમારા ધાનેરાના વિસ્તારમાં આવી ઘરે બેઠા મેડિકલ સેવાનો લાભ આપવા બદલ ચેરમેન શ્રી શંકરભાઈ અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો

ક્યાં ક્યાં વિભાગો દ્વારા નિષ્ણાત ડૉક્ટર દ્વારા ફ્રી તપાસ કરાઈ..?
હાડકાનો વિભાગ, આંખનો વિભાગ કાન , નાક , ગળાનો વિભાગ, સ્ત્રી રોગ વિભાગ ,ડેન્ટલ વિભાગ ફિઝીયોથેરાપી વિભાગ, જનરલ મેડિસીન વિભાગ ,બાળકોનો વિભાગ ,માનસિક રોગ વિભાગ, ચામડી રોગ વિભાગ ,ટી.બી. અને ચેસ્ટ વિભાગ જનરલ સર્જરી વિભાગ સહીત ડાયાબિટીસ ચેક – અપ અને સારવાર – ઈ.સી.જી.ની સુવિધા બ્લડ પ્રેશર ચેક – અપ અને સારવાર હાડકા , ચામડી , પેટ , ફેફસા , આંખ , કાન , નાક , ગળા વગેરેના રોગોની સારવાર ફિઝીયોથેરાપી માટેની વ્યવસ્થા દરેક પ્રકારની દવાઓ રક્તદાન માટેની વ્યવસ્થા કરાઈ હતી

થાવારના દુધ મંડળીના ચેરમેન ઉમાભાઈએ જણાવ્યું હતું આખી બનાસ મેડિકલ સિવિલ હોસ્પિટલ અમારા બોર્ડર ના વિસ્તારના ગામમાં આવી છે જેમાં દરેક પ્રકારના ડોક્ટરો દ્વારા દર્દીને સારવાર આપવામાં આવી છે જેમાં ચામડી,આંખ,ગળા,નાક,સહીત ૨૨ જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા અમારા ગામ સહીત ૨૦ થી વધારે જેટલા ગામોને લાભ મળ્યો છે ત્યારે અમો સૌ પશુપાલકો ચેરમેન શ્રી શંકરભાઈ અને મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરી આભાર માનીએ છીએ

Comments (0)
Add Comment