ધાનેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગાંધીનગરની SOGની ટીમે દબોચી લીધો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગાંધીનગરની એસઓજી પોલીસે માણસા અંબોડ રોજ પરથી બાતમી હકીકતના આધારે ઝડપી પાડયો છે. એસઓજી પોલીસે ઈસમને ધાનેરા પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો ધાનેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ગાંધીનગરની એસઓજી પોલીસે ઝડપી પાડયો છે. SOG પોલીસ ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતો ફરતો આરોપી જયવીર સિંહ ચાવડા રહે આનંદપુરા બોર કુવા ઉપર અંબોડ માણસા વાળો હાલ અંબોડ ત્રણ રસ્તા રીક્ષા સ્ટેન્ડ ખાતે આવનાર છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએથી ઈસમને ઝડપી પાડી તેની પુછપરછ હાથ ધરી હતી. આરોપી ધાનેરા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય જેથી એસઓજી પોલીસે તેની ધરપકડ કરી સી આર પી સી કલમ મુજબ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments (0)
Add Comment