બનાસકાંઠાની LCBએ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી.

બનાસકાંઠાની એલસીબી ટીમે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકતના આધારે એક શંકાસ્પદ ગાડીનો પીછો કર્યો હતો. આ દરમિયાન ગાડી ચાલાક વાછડાલ ગામ નજીક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. ત્યારે એલસીબીએ ગાડીની તલાસી કરતા ગાડીમાંથી દારૂની 786 જેટલી બોટલો મળી આવી હતી. જેને જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી-જુગાર લગત નાઈટ પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન ખીંમત ગામ તરફ આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મેવાડા તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી GJ-09-BA-3245માં દારૂ ભરી ખીંમત તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે ખીંમત બુરાલ હાઇવે ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે હકીકત વાળી સ્વીફ્ટ ગાડી આવતાં તેનો પીછો કર્યો હતો. ત્યારે વાછડાલ ગામની સીમમાં બાવળની ઝાડીમાં ગાડી મુકી ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. જોકે, પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર ટીનની બોટલ નંગ 786 કિંમત 82,500 મુદ્દામાલ સહિત ગાડીની કિંમત મળી કુલ રૂ. 3,82,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર થઈ ગયેલા ગાડીના ચાલક વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Comments (0)
Add Comment