જે દૂધનો એક પણ રૂપિયો ખાય છે તેનો પરિવાર સુખી થતો નથી : શંકર ચૌધરી

ધાનેરા ખાતે ગુરુવારે બનાસડેરી દ્વારા દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં શંકર ચૌધરીએ જણાવ્યું કે જે દૂધનો એક પણ રૂપિયો ખાય છે તેના પરિવારમાં કોઇ સુખી થતું નથી બનાસડેરી દ્વારા ધાનેરાની કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે દૂધ ભરાવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા જાણકારી આપવામાં આવી હતી. તેમજ તેઓએ પશુપાલકોને પોતાની દેશી ગાય કેવી રીતે વધારે દૂધ આપશે તેની ટેક્નોલોજી બાબતે પણ ખાસ ચર્ચા કરી હતી. હાલમાં સૌથી વધારે દૂધ આપતી ગાયનું ઇન્ડુ લેવામાં આવશે અને તેનું ફલીકરણ કરીને તે બીજી ગાયના ગર્ભમાં મુકવામાં આવશે. ગાય-ભેંસના છાણ બાબતે પણ જણાવ્યું હતું કે બનાસડેરી દ્વારા થોડા સમયમાં ધાનેરાના થાવર ગામે પણ પ્લાન્ટ નાંખવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે ‘હું આજે ડેરીમાંથી ગાડીનું ડીઝલ કે એક રૂપિયો પણ ખર્ચનો લેતો નથી કેમ કે આ પશુપાલકોના ખુન પસીનાનો રૂપિયો છે. જેથી બીજા પણ તમામ મિત્રોને અપિલ કરુ છું કે જે પણ લોકો આ પશુપાલકોના દૂધના રૂપિયા ખાય છે તે કયારેય સુખી થતા નથી તેના પરિવારમાં દેખજો કોઇ સુખી નહીં હોય માટૅ કોઇ દૂધનો રૂપિયો ખાવાનો વિચાર પણ ના કરતા નહી તો કુદરત માફ નહી કરે. આ કાર્યક્રમમાં બનાસડેરીના ડીરેકટર જોઇતાભાઇ પટેલ, પૂર્વમંત્રી હરજીવનભાઇ પટેલ, સંસ્થાના પ્રમુખ રાયમલભાઇ પટેલ, ભગવાનદાસ પટેલ, ભુરાભાઇ પટેલ, રેસાભાઇ પટેલ, રત્નાભાઇ તેમજ તમામ સમાજના આગેવાનો તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments (0)
Add Comment