82 કરોડના ખર્ચે બનેલો ધાનેરા-સાંચોર નેશનલ હાઇવે સાડા 3 વર્ષમાં બિસ્માર

ખાડાઓના કારણે અનેકવાર નાના વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા

ધાનેરા તાલુકાના નેનાવાથી થાવર સુધીના નેશનલ હાઇવે દ્વારા રોડ બનાવવા માટે 82 કરોડનો ખર્ચ કરાયો હતો. પરંતુ આ ખર્ચ પાણીમાં ગયેલ જોવા મળી રહ્યો છે. જ્યારથી રોડ બનાવ્યો ત્યારથી જ આ રોડ ઉપર થીંગડા મારવામાં આવી રહ્યા છે. અને હાલમાં તો તે રોડ ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. તેમ છતાં કોઇ સમાર કામ થતું નથી.

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા નેનાવા ગામથી ધાનેરાના થાવર ગામ સુધી નેશનલ હાઇવે દ્વારા 82 કરોડના ખર્ચે અદ્યતન રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ બનાવવામાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતથી એટલી હદે આ રોડમાં હલકી ગુણવત્તા વાળું મટરિયલ વાપરવામાં આવેલ હોવાથી રોડ હજુ પુરો થાય તે પહેલા બીજા છેડાથી તૂટવા લાગ્યો હતો.

Comments (0)
Add Comment