ધાનેરાના જાહેર રસ્તાપર ભૂગર્ભ ગટરનાં તુટી ગયેલા ઢાંકણા, કોઈનો ભોગ લે એ પહેલાં તંત્ર કાર્યવાહી કરશે ખરા?

ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં તેમજ જાહેર રોડ-રસ્તાઓ પર વરસાદી પાણીના લીધે રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.નજરે પડતા ખાડાઓને લીધે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ કે રોડ તુટવાથી પડેલા ખાડાઓ અનેક રાહદારીઓ ભોગ બની રહ્યા છે.બસ સ્ટેન્ડનીબાજુ જતાં રસ્તા પર આવતી મહેશ્ર્વરી સોસાયટી બાજુ જતા રસ્તા પર પુલ પરથી વાહનો ઉતરી બસ સ્ટેન્ડ બાજુ જવાના રસ્તાની વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટરનુ ઢાંકણું તુટી જવાથી મોટો ખાડો પડી ગયો છે.આજુબાજુના રહીશોનું કહેવુ છે કે આ ખાડાથી અનેક રસ્તે ચાલતા રાહદારીઓ ભોગ બની રહ્યા છે અને ગંભીર એક્સીડન્ટ થતાં બચી ગયા છે.રાત્રે આ રસ્તા પર જો કોઈ રાહદારી કે પશુનો પગ પણ પડે તો ભયંકર નુકસાન થઈ શકે તેમ છે.જો નગરપાલિકાના સત્તાધીશો રોડ પરના ખાડાઓ તેમજ ભૂગર્ભ ગટરના તુટેલા ઢાંકણાંઓ સત્વરે રીપેરીંગ નહી કરાવે તો તંત્રની બેદરકારીને લીધે કોઈ રાહદારી કે વાહન ચાલક ગંભીર ઈજાઓનો ભોગ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.શુ નગરપાલિકાના સત્તાધીશો રોડ પરના ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ અને રોડ પરના ખાડાઓ પુરાવવાની કાર્યવાહી કરશે ખરા? જે હવે આવનારા સમય માં જ ખબર પડશે..

Comments (0)
Add Comment