ધાનેરામાં સાબરમતી જેસલમેર ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત

સ્ટોપેજ આપવામાં નહિ આવે તો ભૂખ હડતાળ ની ચીમકી

ધાનેરા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવતો નથી. ત્રણ જેટલા તાલુકા વચ્ચે એક માત્ર રેલ્વે સ્ટેશન પર ધાનેરા, પાંથાવાડા, થરાદ અને રાજસ્થાનનાં સાંચોર તાલુકાના નાગરિકોને . ટ્રેન સેવા મળી રહે છે. પરંતુ મોટા ભાગની એસ્પ્રેસ ટ્રેનોને ધાનેરા રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવતું નથી. જેના કારણે આ ત્રણ તાલુકાની પ્રજાને સરળતા પૂર્વક ટ્રેન સેવા મળતી નથી. તાજેતરમાં સાબરમતીથી જેસલમેર ટ્રેન શરૂ થઈ છે. આ ટ્રેનને પણ ધાનેર ામાં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. જેને લઇ ધાનેરાના નાગરિકો દ્વારા રેલી સ્વરૂપે ધાનેરા રેલ્વે સ્ટેશન તેમજ પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી સાબરમતીથી જેસલમેર જતી ટ્રેનને સ્ટોપેજ મળે તેવી માંગ કરવામાં આવી છે.

Comments (0)
Add Comment