માનનીય મુખ્યમંત્રીશ્રી ના પરિપત્ર ને મોડાસા નગરપાલિકા ધોળી ને પી ગઈ કે શું મોડાસા નાં બજાર માં રખડતા ઢોરો નો ત્રાસ.

વારંવાર રજુઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ પગલા કેમ લેતું નથી….
માનનીય મુખ્યમંત્રીશ્રી ના પરિપત્ર રજૂ થયેલ ૧૫ દિવસ ઉપર થયા પરંતુ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત…રખડતા ઢોરો ને પાંજરા પોડ મૂકવાની જગ્યાએ મોડાસા નગરપલિકાનાં સત્તાધીશો પોતે પાંજરામા પુરાઇ જઇ અને શહેર ની સુખાકારી થી બેધ્યાન હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે હાલ પણ મોડાસા માં રખડતા ઢોરો નાં ત્રાસ થી રાત્રી નાં સમય દરમીયાન કેટલાય અકસ્માતો રખડતા ઢોરો નાં લીધે થાય છે.ત્યારે કોઈ આકસ્મિક મૃત્યું પામે તેની નગરપાલિકા રાહ જોઈ રહી છે કે શું….. સરકાર શ્રી દ્વારા રજુ કરાયેલ પરિપત્ર મુજબ હાલમાં પણ નગરપાલિકા દ્વારા કોઈ ઠોસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોય તેવું લાગતું નથી.મોડાસા નગપાલિકા તંત્ર ધોર બેદરકારી દેખાઈ આવી રહી છે.ત્યારે આ બાબત અંગે નગરપાલિકા પ્રમુખનું ભેદી મૌન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે…શું રખડતા ઢોરો ને ન પકડવા માટે મોડાસા નગરપાલિકા પર કોઈ અદ્રશ્ય દબાણ છે કે શું.

Comments (0)
Add Comment