દિશમાન કંપની વેસ્ટ વોટર બંધ નહિ કરે તો વીજ પુરવઠો બંધ કરાશે

સાણંદ-બાવળા રોડ ઉપર લોદરીયાળ સર્વે 47/48 પૈકી સબ પ્લોટમાં કારબોગેન અમિક્સ ઇન્ડિયા LTD જુનુ નામ દિશ્મન ફાર્માસિટીકલ કંપની આવેલી છે
છેલ્લા ઘણા દિવસથી વરસાદના પાણી સાથે કંપનીના વેસ્ટ વૉટરનું પાણી કોઈ પણ રોકટોક વગર મનફાવે તેમ કંપનીની બહાર કાઢતા હતા જેના કારણે હાલ ડાંગરની ખેતીનું રોપણ કરેલ મોટા પ્રમાણમાં ખેતીમાં નુકસાન થયુ છે વારંવાર રજુવાત કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા બાવળાના સામાજિક કર્યાકર પ્રફુલ મહેતાએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોડના રીજનલ ઓફિસર અને મેમ્મ્બર્સ સેક્રેટરીને જાણ કરતા જેના વેસ્ટ વૉટરના સેમ્પલ ગુજરાત પ્રદુષણ બોર્ડના અમદાવાદ જિલ્લા ગ્રામ્યના અધિકારીઓએ પાણી ના નમૂના ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા જેમાં આ વેસ્ટ વૉટરમાં કેમિકલ અને ફાર્માના વેસ્ટનું પ્રમાણ વધારે હોવાને કારણે ડાયરેક્સન અન્ડર સેક્સન 33(A)એટ થઇ વૉટર (પ્રેવેન્ટીન પોલ્યુસન Act 1974 મુજબ કલોઝર નોટિસ ઇસ્યુ કરવામાં આવી

ચેરમેન ઉત્તર ગુજરાત વીજ કંપનીને વીજ કનેકશન કાપવા જણાવાયું છે પોતાનો વેસ્ટ વૉટર માટે પ્લાન્ટ હોવા છતાં કંપની પોતાના પૈસા બચાવા આજુબાજુના પર્યાવરણ અને ખેતીની કોઈ પરવા કરવામાં આવતી નથી આ કંપનીનું વેસ્ટ વૉટર જે નિકાલ કરે છે જે કંપની આગળ નાળામાંથી સામેની સાઈડમાં બાવળા શહેર અને ગ્રામ્ય વિસ્તાર અને ધોળકા તાલુકા માટે નર્મદાનું પીવાની મુખ્ય લાઈન પ્રસાર થાય છે જો આ લાઈનમાં કોઈ લીકેજમાં વેસ્ટ વૉટર ભળવાની દહેસાત રહેલી છે પોતાના રૂપિયા બચાવા માટે માનવ જીવન સાથે છેડખાની છે આ સમસ્યાને કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડએ લાલ આંખ કરી છે જો વેસ્ટ વોટર હજુ પણ આગામી સમયમાં ચાલુ રાખશે તો વીજ પુરવઠો બંધ કરાશે તેવી 15 દિવસની મુદતની નોટિસ જારી કરાઈ હતી

Comments (0)
Add Comment