ધાનેરા નગરપાલીકાની ઘોર બેદરકારીના લીધે ગમેત્યારે રોગચાળો ફેલાવાની શક્યતાઓ છતાં તંત્ર ઘોર નિદ્રામાં.

ધાનેરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ બાબતે રાખવામાં આવતી બેદરકારીના લીધે ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં ગંભીર રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.અને જો ગંભીર રોગચાળો ફેલાય તો ઘર ઘર માંદગીના ખાટલાઓ અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય તો નવાઈ નહી.કેમકે ધાનેરામાં એવો એક પણ જાહેર રોડ કે વિસ્તાર કે સોસાયટી નહી હોય કે જ્યાં જાહેર રસ્તા પર ગટરનું પાણી ફેલાયેલું ના હોય.આ ગંદી ભૂગર્ભ ગટરનુ ભારે દુર્ગંધ મારતું અને ગંભીર રોગચાળો ફેલાવે તેવુ ગટરનુ પાણી લોકોના ઘરો સુધી પહોંચી જતું હોય છે.જયારે જાહેર રસ્તાઓ પર તો ઠીક પણ નગરપાલિકા કચેરીની આગળ જ ભૂગર્ભ ગટરનું ગંદું પાણી ગંદકી ફેલાવી રહ્યું છે.લોકોમાં થતી ચર્ચાઓ મુજબ નગરપાલિકામા અત્યારે જે પ્રમુખ છે તે પ્રમુખ ફકત નામના જ પ્રમુખ હોય તેવુ જણાઈ રહ્યું છે.પ્રમુખની નગર પ્રત્યેની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે જેના લીધે શહેરના અનેક વિસ્તારોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જયારે સેનિટેશન વિભાગના એસ આઈ શૈલેષભાઈ ચૌધરી કામ થઈ જશે એવા ફક્ત પોકળ વાયદાઓ આપી હાથ અધ્ધર કરી દેતા હોય છે.પાલીકાના ચીફ ઓફિસરને પણ સબ સલામત હોવાનું જણાવી અંધારામાં રાખવામાં આવી રહ્યા છે.એક ચુંટાયેલા સભ્યે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે.આ એસ.આઈ લોકોની રજુઆતો પ્રત્યે તો ઠીક અમને પણ ગાંઠતો નથી.આ એસ.આઈના લીધેજ આજે સમગ્ર ધાનેરા શહેરમાં ઠેરઠેર ગંદકી અને ભૂગર્ભ ગટરનુ ગંદુ પાણી અનેક વિસ્તારોમાં તેમજ જાહેર રોડ રસ્તાઓ પર ગંદકી ફેલાવી રહ્યું છે.જો હજુપણ પાલિકાના સત્તાધીશો સફાઈ બાબતે ધ્યાન નહીં આપે તો ધાનેરામાં ગમેત્યારે ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતાઓ દેખાઈ રહી છે.પાલીકાનો સેનિટેશન વિભાગ તો આંખ આડા કાન કરી રહ્યું છે પણ તાલુકાનું લોકોના આરોગ્ય માટે જવાબદાર એવું આરોગ્ય તંત્ર પણ ઘોર નિદ્રામાં પોઢી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.શુ જીલ્લા કલેકટરશ્રી ધાનેરા શહેરની અચાનક મુલાકાત લઈને ધાનેરા શહેરના લોકો ગંભીર રોગચાળાનો ભોગ બને એ પહેલા સ્થાનિક તંત્રને તેમની જવાબદારીનું ભાન કરાવશે ખરા???

Comments (0)
Add Comment