મોડાસા સહયોગ ચોકડી પર ભારે ટ્રાફિક જામ તંત્ર નિંદ્રાધીન

મોડાસા સહયોગ ચોકડી પર વારંવાર ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાય છે વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સહયોગ ચોકડી અગાઉ ઘણીવાર એકસીડન્ટ થયા છે ત્યારે તંત્ર ને વારંવાર રજુઆત છતાં તંત્ર કોઈ પગલાં લેતું નથી. સહયોગ ચોકડી પર આવેલ ખલિકપુર પોલીસ ચોકી પોઇન્ટ ફાળવવામાં આવે તે માટે અગાઉ વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આજરોજ સવારે ૧૦૮ ટ્રાફિકમાં ૧૦ થી ૧૫ મિનિટ ફસાયેલ જોવા મળી હતી.ત્યારે તંત્ર ક્યાં સુધી નજરઅંદાઝ કરતું રેહશે. તંત્ર નાં પાપે પ્રજા પરેશાન જો કોઈ અનિચ્છનિય બનાવ બનશે તો તેનું જવાબદાર કોણ ગણાશે

Comments (0)
Add Comment