દહેગામ તાલુકા માં પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ખાતે તારીખ ૧૩/૦૮/૨૦૨૨ ના રોજ મે. શ્રી જે. આર. શાહ. સા. પ્રિન્સી. ડિસ્ટ્રિક્ટ જજ તેમજ અધ્યક્ષ શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ તથા શ્રી સંજીવ કુમાર અધ્યક્ષ શ્રી તાલુકા કાનૂની સેવા સમિતિ દહેગામ તથા શ્રી એ એમ સોની એડી સિવિલ જજની આગેવાનીમાં પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ દહેગામ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ
જેમાં વિવિધ બેંકો તથા યુજીવીસએલ દ્વારા પ્રિલીટીગેશનના કુલ-૧૬૩૭ કેશો મૂકવામાં આવેલ જેમાંથી 127 કેસોમાં સુખદ સમાધાન થકી રૂપિયા 1516829 /-વસુલાત થયેલ છે. તેમજ નેશનલ લોક અદાલતમાં મૂકવામાં આવેલ કુલ 469 કેસો પૈકી 326 કેસોમાં પક્ષકારો વચ્ચે સેટલમેન્ટ થકી રૂપિયા 9229187 /-સુખદ સમાધાન થયેલ છે તેમ જ કુલ રૂપિયા 1.464.00 /-નો દંડ વસૂલ આવેલ છે સદર લોક અદાલતના આયોજનમાં લીગલ સેક્રેટરી શ્રી એ કે મેકવાન તથા કોર્ટ ના. ઇ. ચા. નાઝર શ્રી એચ એમ પટેલ.તથા અન્ય કોર્ટ સ્ટાફ ના સહયોગથી સફળ થયેલ છે .