સરદાર પટેલ સંકુલ ઉપક્રમે વિનય મંદિર મલાણા હાઇસ્કૂલ ખાતે ઝવેરચંદ મેઘાણી એટલે કે જેમની રાષ્ટ્રીય શાયર તરીકે ની આગવી ઓળખ છે તેમની 125 મી જન્મ જયંતી નિમિતે જેમાં રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ ના આદેશ થી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઉપક્રમે વિનય મંદિર મલાણા હાઇસ્કૂલમાં લોકગીતો તેમજ શોર્ય ગીતો ના શબ્દોથી 15 જેટલા સ્પર્ધકો દ્વારા સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સરદાર પટેલ સંકુલ માં આવતી શાળાઓમાં થી 15 જેટલી શાળાઓ એ ભાગ લીધો હતો જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ એ ઝવેરચંદ મેઘાણીના લોકગીતો તેમજ શોર્ય ગીતો મધુર અવાજે રજૂ કર્યા હતા.અને ગીતો ને સુંદર રીતે રજૂ કરેલા વિદ્યાર્થી ઓને પ્રથમ નંબર, બીજો અને ત્રીજો નંબર આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.
જેમાં શાળાના શિક્ષકો દ્વારા બહુ જ સુંદર રીતે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સ્પર્ધાત્મક કાર્યક્રમ માં પધારેલ શાળાઓના તમામ શિક્ષક નો વિનય મંદિર મલાણા હાઇસ્કૂલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા પુરો સાથ સહકાર આપવામાં આવ્યો હતો..