ધાનેરા શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ

ધાનેરા ખાતે ભાજપને કારોબારીમાં નવા સભ્યો આવેલા તેમની નોંધણી કરી તેમનું સન્માન કરાયું હતું તેમજ સદસ્યતા અભિયાનને વેગવતી બનાવવા તેમજ આવનાર સમયમાં સ્થાનિક સંગઠનને વધુ મજબૂત કરવા અને આગામી હર ઘર તિરંગા તેમજ અન્ય કાર્યક્રમો અંગે કાર્યકર્તા મિત્રો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો, વસંતભાઈ પુરોહિત, માવજીભાઈ દેસાઈ, યોગેશભાઈ ત્રિવેદી, આશાબેન પટેલ, ગિરધરભાઈ ભીમાણી વિગેરે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment