કોસંબા મુહવેજ રોડ ઉપ પટેલ ફાર્મ નજીક ચાકુની અણીએ લૂંટ

કોસંબા મહુવેજ રોડ પર પટેલ ફાર્મ નજીક ધોળા દિવસે ઉઘરાણીએ નીકળેલા કોસંબા ચિશતિ નગરના આસિફ સિકંદર મલેક નામના યુવાનને કોઈ અજાણ્યા ત્રણ લૂંટારા એ નિશાન બનાવી ચાકુના ઘા ઝીકી દઈને મોબાઈલ લૂટી લુંટારા ફરાર થઈ ગયા..

ગંભીર રીતે ઘવાયેલા આસિફ સિકંદર મલેકને કોસંબા ની આરફ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી પરંતુ તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે સુરત ખસેડાયા..

કોસંબા ની આરફ હોસ્પિટલે થી બનેલા બનાવ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવી છે ધોળા દિવસે બપોરે એકાદ વાગ્યાના સમયે બનેલી ઘટનાને પગલે વિસ્તારની જનતામાં ભયનો માહોલ છવાયો..

Comments (0)
Add Comment