પાલનપુર તાલુકા ના ગૌ સેવા ટ્રસ્ટ સામઢી દ્વારા લગભગ બે મહિનાથી ઘાયલ અવસ્થા માં ફરતા એક ગૌ માતા માટે સામઢી ગૌ સેવા ટ્રસ્ટ ના યુવાન મિત્રો અને ગૌ સેવકો દેવ દૂત બની ને સામે આવ્યા, ઘાયલ ગૌ માતા છેલ્લા 2 મહિનાથી થી હાથ માં આવતી ન હતી પણ તારીખ 24-07-2022 ના રોજ સેવા ભાઈ ગૌ સેવકો દ્વારા કડી મહેનત કરીને આ ઘાયલ ગૌ માતા ને કાબુ માં કરવા માં આવી અને ટીકુભા ડોક્ટર પાસે યોગ્ય સારવાર કરાવવામા આવી,
આ ભગીરથ કાર્ય માં ગૌ સેવક સોલંકી કલસિહ ઓધારસિહ, સોલંકી અર્જુનસિંહ સેનસિહ, સોલંકી અમરસિંહ ખેમસિહ, સોલંકી ભરતસિંહ ગણપતસિંહ, સોલંકી ખોડસિંહ ગંગારસિહ, સોલંકી રાજુભા અસરતસિહ, સોલંકી રાજુભા મફતસિહ, સોલંકી વિહુભા શિવસિહ, સોલંકી રણજીતસિંહ વિજુસિહ,ગૌસ્વામી ચિરાગપુરી ચેહરપુરી, સોલંકી પુનમસિંહ રૂપસિંહ, સોલંકી જવાનસિહ મોતિસિહ, સોલંકી શૈલેષસિંહ વિજુસિહ સોલંકી રણુભા ગુલાબસિંહ સહીત ગામ લોકોનો ખુબ મોટો ફાળો રહ્યો હતો વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ સામઢી દ્વારા એમ જણાવવામા આવ્યું હતું કે અમને ગૌ સેવા કરવાથી થી જેટલો આનંદ અને ખુશીનો અનુભવ થાય છે એ બીજા કોઈ પણ કામમાં થતો નથી સાથે એમ પણ જણાવ્યું હતું કે ગાય હિન્દુ ધર્મ નો મુળ આધાર સ્તંભ છે ગૌ જો ગૌ માતા જ્યાં સુધી સુરક્ષિત છે ત્યાં સુધી જ હિન્દુ ધર્મ સુરક્ષિત રહેશે